તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને  કુમાર શાળા ખેરગામનાં પ્રાર્થના ખંડમાં કુમાર અને કન્યા શાળાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..જેમાં  ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી  શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ.  શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં 33 બાળકો તથા ધોરણ 1 નાં 4 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન  પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, ખેરગામનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો, ખેરગામ તાલુકા પ્રથમિક શિક્ષક સંઘનં પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.
















પત્રકાર: દિપક પટેલ ખેરગામ