6/recent/ticker-posts

ખેરગામ કુમાર શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

 

ખેરગામ કુમાર શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ.

ખેરગામ: ખેરગામ કુમાર શાળામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ તેમજ વક્તૃત્વ કૌશલ્ય વિકસે તે હેતુથી ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ તેમજ અંકુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી.

ચિત્ર સ્પર્ધામાં શાળાના બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાના આધારે “વિકસિત ભારત–2047” વિષય પર વિવિધ ચિત્રો દોરી ભારતના ભાવિ વિકાસની કલ્પનાને રંગો દ્વારા રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષણ, ટેકનોલોજી, સ્વચ્છતા, પર્યાવરણ, રાષ્ટ્ર વિકાસ સહિતના વિવિધ વિષયોને ચિત્રોમાં સુંદર રીતે અભિવ્યક્ત કર્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરી વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓની રજૂઆત, સર્જનાત્મકતા અને વિષયની સમજને ધ્યાનમાં રાખીને ચિત્ર સ્પર્ધામાં પ્રથમથી ત્રીજા ક્રમ તથા વકૃત્વ સ્પર્ધામાં પ્રથમથી દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગથી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આવા પ્રવૃત્તિમૂલક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળવાની સાથે રાષ્ટ્રના વિકાસ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ વિકસે છે.











Post a Comment

0 Comments