6/recent/ticker-posts

ખેરગામ કુમાર શાળાનો યાદગાર એક દિવસીય પ્રવાસ.

 ખેરગામ કુમાર શાળાનો યાદગાર એક દિવસીય પ્રવાસ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસ સાથે પ્રવાસ પણ એટલોજ મહત્વનો હોય છે. આવી જ ભાવનાને ધ્યાને રાખીને ખેરગામ કુમાર શાળાએ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. આ પ્રવાસમાં બે બસ દ્વારા કુલ 95 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

પ્રવાસની શરૂઆત ઉનાઈના પ્રખ્યાત જાનકીવનથી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓએ પ્રકૃતિની રમણીયતા નજીકથી અનુભવી. ત્યારબાદ વઘઈ ગાર્ડન અને વાંસદાના દંડકવનની મુલાકાત લઈ બાળકોને જંગલ, વૃક્ષો અને જીવસૃષ્ટિ વિશે માહિતી મળી.

આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ ઉનાઈથી વઘઈ સુધીની ટોય ટ્રેન સફર રહી. ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ ખરેખર જોવાલાયક હતો.

આ આનંદદાયક અને શૈક્ષણિક પ્રવાસે બાળકોના મનમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સહકારની ભાવના વિકસાવી, જે તેમને લાંબા સમય સુધી યાદ રહેશે.










































































Post a Comment

0 Comments