ખેરગામ કુમાર શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી
ખેરગામ: ખેરગામ કુમાર શાળામાં દેશભક્તિના ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઝરણાબેન ધર્મેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ સાથે ભવ્ય પ્રભાતફેરી યોજવામાં આવી હતી. પ્રભાતફેરી દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સ્પોર્ટ્સ રિસોર્સ પર્સન શ્રીમતી રાગીનીબેન પટેલ દ્વારા બેન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ચેતનભાઈ તથા વાલીશ્રી જગદીશભાઈ ખારોલ (મહાલક્ષ્મી વડાપાવ, ખેરગામ) દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયેલો રહ્યો હતો.





































0 Comments